સૌરાષ્ટ્ર: અમરેલી જીલ્લામાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડવામાં આવી

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતના અમરેલી જીલ્લામાં કેટવાક અસામાજીક તત્વોએ ગાંધીજીની પ્રતિમા તોડી પાડી છે. મહાત્મા ગાંધીજીની પ્રતિમા અમરેલીના હરિકૃષ્ણા તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ મુજબ રાષ્ટ્રપિતાની પ્રતિમાને શુક્રવાર મોડી રાત્રે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પૂર્ણ રીતે ખંડિત કરવામાં આવી હતી.  

એક અધિકારી મુજબ આ પ્રતિમા 2018માં હરિકૃષ્ણા તળાવ પાસે એક બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી, જેને સુરતના એક હીરા વેપારી ઢોળકિયા એન્ડ ઢોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 

અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ આ કૃત્ય કરનારા અસામાજીક તત્વોની શોધ કરી રહી છે. તેમની વિરુદ્ધ હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

એક પોલીસ અધિકારી મુજબ હરિકૃષ્ણા તળાવના વિકાસ કાર્યથી રોષે ભરાયેલા લોકોએ આ કૃત્ય કર્યું હશે.