મહેસાણાના કડવા પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા મંદિરમાં આવતા ડીસેમ્બર માસમાં લક્ષચંડી હવન કરવામાં આવનાર છે. જે અવસરને લઇને આજે દાતાનો સન્માન આજે કરવામાં આવ્યો હતો. આ લક્ષ ચાંદી હવનમાં ૧૦૮ કુંડીમાં હોમ કરવામાં તો આવશે જ્યારે અંદાજીત ૧૦ લાખ કરતા વધુ લોકોને માનું નિમંત્રણ સમગ્ર વિશ્વના પાટીદાર સમાજને આપવામાં આવશે. જેમાં ૧ હાજર કરતા વધુ બહુ દેવો દ્વારા મંત્રોચાર કરીને હોમ-હવન કરીને ઊંજા તીર્થધામના તીર્થને વધુ ઉર્જાવાન બનાવીને પાટીદાર સમાજ ફરીવાર શક્તિ પ્રદશન કરશે. જ્યારે ૨૦૦ કરોડ રૂપિયા આ લ્ક્ષ્ચન્દિમાં એકત્રિત કરવાનો ટાર્ગેટ મંદિર પરિસર દ્વારા કરવામાં આવનાર છે.
ઊંજા કડવા પાટીદાર સમાજ આજે પણ સમાજના ઉત્થાન માટે પ્રયાસ કરવામાં પાછી પાની કરતો નથી. કડવા પાટીદાર સમાજ સમગ્ર વિશ્વમાં વસે છે ત્યારે ઊંજા ઉમિયા માતા મંદિર દ્વારા આવનાર ડીસેમ્બર માસની પ્રથમ તારીખથી ચંડી પાઠ સારું કરવામાં આવશે. એક લાખ ચંડી પાઠ બાદ શોભાયાત્રા સહીત હોમ-હવન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૮થી લઇ ને ૨૨ ડીસેમ્બર સુધી સમગ્ર ઊંજામાં લાખોની સંખ્યામાં પાટીદાર સમાજ સમગ્ર વિશ્વમાંથી ઊંજા મુકામે આવશે એક અંદાજ મુજબ ૫૦ હજાર કરતા વધુ નિમંત્રણ કાર્ડ સમગ્ર વિશ્વમાં વસતા પાટીદાર સમાજને આપવામાં આવનાર છે જે અંગે આજે મંદિરના મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં ૮૦૦ વિધા જમીનમાં મંડપ બાંધવામાં આવશે અને ૮૦ ફૂટ ઊંચા યજ્ઞશાળા બનાવવામાં આવનાર છે. જ્યારે સમગ્ર વિશ્વના પાટીદાર આ અવસરમાં હાજરી આપશે તેવો અંદાજ મુકવામાં આવી રહ્યોં છે.
– મંદિરને જગમગ રોશનીથી સજાવવામાં આવશે
– ઊંજામાં યજ્ઞ શાળા સહીત સમગ્ર ઊંજાને સોળે સણગાર કરવામાં આવશે
– ૮૦૦ વિઘા જમીનમાં હવનનું આયોજન કરવામાં આવશે
– ૫૦ હાજર થી વધુ નિમંત્રણ કાર્ડ માં ના તેડા નો સમગ્ર વિશ્વ માં આપવા માં આવશે
– ૮૦ ફૂટ ઉંચો યજ્ઞ શાળા બનશે
– ૧ હાજર થી વધુ પંડિતો દ્વારા હોમ કરવા માં આવશે
– ૧૦૮ કુંડી હવન કુંડ બનશે
– રોજના ૫૦ હાજર માણસો જમી શકે તેવી વેવશ્થા કરવા માં આવશે
– યજ્ઞશાળા ૮૦ ફૂટ ઉંચી બન્યા બાદ તેમાં લોખંડ સહીત ની વેવ્સ્થા નહી રખવા માં આવે
– યજ્ઞ શાળામાં સાત્વિક વાસ સહીત સૂતરની આટી અને સુતળી થકી હવન કુંડ બનશે
– ઋષિમુનીની યજ્ઞ શાળા માફક યજ્ઞ શાળા બનશે
દરેક જ્ઞાતિ આ હવનમાં પોતાનો પાટલો અને યજ્ઞ કુંડીમાં હવન કરીને મા ઉમિયાના મજબુત કરશે. એક અંદાજ મુજબ આ હોમ હવન માં ૨૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરી ને સોલા અમદવાદ ખાતે મા ઉમિયાના નવીન મંદિરમાં ખર્ચ કરવામાં આવશે જેમાં મંદિર સાથે બાળકોના ઉત્થાન અને ભણતર માટે હોસ્ટેલ કોલેજ સહીતની વ્યવ્સ્થા કરવામાં આવશે જ્યારે ડીસેમ્બર માસમાં પાટીદાર સમાજ ઊંજા ઉમિયા માતામાં વધુ એકવાર શક્તિના સ્થાન પર શક્તિ પ્રદાન કરીને શક્તિ પ્રદર્શન કરશે તેમ કહીએ તો નવાઈ નહીં.

