જીવરાજ મહેતા હોસ્પિટલના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓ શંકાના ઘેરામાં

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના એક દર્દીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલના 139 સ્ટાફનું ચેકિંગ કરાશે. જોકે આ મુદ્દે હોસ્પિટલ પર હોબાળો મચી ગયો છે.

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર વધતો જાય છે ત્યારે આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડાયાબિટીસના દર્દીને એસ.વી.પી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જેથી તેના સંપર્કમાં આવેલા જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફના 139 વ્યક્તિઓ શંકાના ઘેરામાં આવી ગયા છે તમામ દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન કરવા કે નહીં તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તમામ કર્મચારીઓનુ ચેકિંગ થશે તેવી શક્યતા છે.