શ્રીલંકા વિસ્ફોટ : મને કોઈ જાણકારી નહોતી અપાઈ : વડાપ્રધાન વિક્રમાસિંઘે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ બીબીસીને જણાવ્યું છે કે ઈસ્ટરના દિવસે દેશમાં થયેલા વિસ્ફોટોની ગુપ્ત ચેતવણી અંગે તેમને જાણ કરવામાં નહોતી આવી. ઈસ્ટરના દિવસે દેશમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટોમાં લગભગ 250 લોકોનાં મૃત્યુ થયાં છે. શ્રીલંકાની સરકાર તેને ઇન્ટેલિજન્સની ખામી માને છે. હુમલા બાદ શ્રીલંકાના પોલીસ પ્રમુખ અને રક્ષાસચિવે રાજીનામાં આપ્યાં છે.

વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામું આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે તેઓ આ ભુલ માટે જવાબદાર નથી કારણ કે તેમને આ અંગે કોઈ જાણ જ કરવામાં નહોતી આવી.

તેમણે કહ્યું, “જો મને કોઈએ પહેલાં થોડો પણ સંકેત કર્યો હોત અને મેં કોઈ પગલાં ન લીધાં હોત તો હું તરત રાજીનામું આપી દેત. પણ તમને કોઈ માહિતી જ ન હોય તો તમે શું કરી શકો?”