એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થવાથી શનિવારે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વરમાં મુશ્કેલી આવવાના કારણે એર ઈન્ડિયાની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર પણ ઘણી અસર પડી. માહિતી મુજબ આ મુશ્કેલી એરલાઈન્સના SITA સર્વરમાં થઈ હતી જેના કારણે મુસાફરો સવારે 3.30 વાગ્યાથી મુશ્કેલીમાં રહ્યા. એર ઈન્ડિયાના સીએમડી અશ્વવી લોહાનીનું નિવેદન આવ્યુ છે જેમાં તેમણે કહ્યુ કે સર્વર રિસ્ટોર થઈ ગયુ છે.
સર્વર ખરાબ થવાના કારણે મુસાફરોને બોર્ડિંગ પાસ પણ મળ્યા નહોતા. દિલ્લી એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો ફસાયેલા હતા. વળી, એર ઈન્ડિયાએ આ અસુવિધા માટે દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે સર્વરને જલ્દી રિકવર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તેમની ટીમ આ કામમાં જોડાઈ ગઈ છે.
5 કલાક સુધી દુનિયાભરમાં મુસાફરો 3.30 વાગ્યાથી એર ઈન્ડિયાનું સર્વર ડાઉન હોવાના કારણે હેરાન થયા. આમાં ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર પણ અસર પડી. ફ્લાઈટોમાં વિલંબ થવાના કારણે મુસાફરો સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદો કરી રહ્યા હતા. મુંબઈ એરપોર્ટ પર ફસાયેલા એક મુસાફરે ફરિયાદ કરીને ટ્વીટ કર્યુ કે કમસે કમ 2 હજાર મુસાફરો ફસાયેલા છે.

