એચડીએફસી બેંકે તેના ખાતાધારકોને એલર્ટ કર્યા છે. ખાનગી ક્ષેત્રની પ્રમુખ બેંક એચડીએફસી બેંકે તેમના ગ્રાહકોને એસએમએસ અને ઇમેઇલ મોકલીને એલર્ટ કર્યા છે. બેંકે તેના એકાઉન્ટ ધારકોને એલર્ટ કરતા કહ્યું કે ભૂલથી પણ તેઓએ AnyDesk નામનું મોબાઇલ એપ ડાઉનલોડ કરવું નહીં. તમારી આ ભૂલ તમારા બેંક એકાઉન્ટને એક ઝટકામાં ખાલી કરી શકે છે. બેંક પહેલા આરબીઆઇએ પણ લોકોને અને બેંકોને આ મોબાઇલ એપ વિશે એલર્ટ કર્યા હતા. આરબીઆઈએ બેંકોને સલાહ આપી છે કે તેઓ તેમના ગ્રાહકોને એલર્ટ કરે. એસબીઆઇએ બેંકોને અને તેમના ખાતાધારકોને ચેતવણી આપી હતી કે AnyDesk એપ ભૂલથી પણ ડાઉનલોડ કરશો નહિ. આરબીઆઈની ચેતવણીઓ અનુસાર, AnyDesk એપ એક એવું સૉફ્ટવેર છે જે તમારા મોબાઇલ અથવા લેપટોપ દ્વારા બેંક એકાઉન્ટ સાથે વ્યવહાર કરી શકે છે. આવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં યુપીઆઇ પ્લેટફોર્મના હેકરોએ આ એપની મદદથી ખાતાધારકોના મોબાઈલ ડિવાઇસ પર દૂરથી જ ઍક્સેસ કરીને બેન્કિંગ ટ્રાન્જેક્શન કરી બેંક એકાઉન્ટ ખાલી કર્યા છે.

