કોર્પોરેટ ટેક્સ બાદ મોદી સરકાર આપવા જઈ રહી છે આ મોટી ભેટ

મુખ્ય સમાચાર રાજકીય

મંદીમાં સરી પડેલા અર્થતંત્રને વિકાસના માર્ગે આગળ વધારવા માટે નાણા પ્રધાને તાજેતરમાં જ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. એક અહેવાલ મુજબ સરકાર હવે પર્સનલ ઇન્કમ ટેક્સમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. નામ ન આપવાની શરતે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દરેક કરદાતાને પાંચ ટકા પોઇન્ટનો લાભ આપવાનું વિચારી રહી છે. આ અહેવાલમાં જણાવ્યા મુજબ સરકાર પાંચ લાખાથી દસ લાખ સુધીની આવક પરનો ૨૦ ટકા આવકવેરો ઘટાડીને ૧૦ ટકા કરે તેવી શક્યતા છે.

સરકાર ૧૦ લાખથી વધુની આવક પરનો ઇન્કમ ટેક્સ ૩૦ ટકાથી ઘટાડી ૨૫ ટકા કરે તેવી પણ શક્યતા રહેલી છે. અન્ય વિકલ્પોમાં સરકાર સેસ, સરચાર્જ પણ દૂર કરી શકેછે. ઉલ્લેખનીય છે કે થોડાક જ દિવસ પહેલા નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સમાં રાહત આપવા માટે સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે.

ઠાકુરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે ઇન્કમ ટેકસમાં ઘટાડો કરવાનો યોગ્ય સમય આવી જશે ત્યારે સરકાર આ અંગે નિર્ણય લેશે. સરકારે ભૂતકાળમાં ૨.૫ લાખની મર્યાદા પાંચ લાખ કરીને પણ લોકોને રાહત આપી હતી. જ્યારે પણ જરૂર લાગશે અમે ચોક્કસ આ અંગેનો નિર્ણય લઇશું.