દુનિયાની શક્તિશાળી સેનાઓમાં ભારતીય સેનાને આ સ્થાન મળ્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દુનિયાની સૌથી વધુ શક્તિશાળી સેનાઓમાં ભારતીય સેના ચોથા નંબરે છે. પાકિસ્તાનની સેના સૌથી શક્તિશાળી સેનાઓની યાદીમાં 15મા સ્થાને છે. અહેવાલ મુજબ, ભારતીય સેનાએ પ્રથમ પાંચમાં સ્થાન મેળવ્યું છે . પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર ‘ગ્લોબલ ફાયરપાવર્સ 2019’ નામના એક રિપોર્ટમાં વિશ્વની શક્તિશાળી સેનાઓની યાદી તૈયાર કરાઈ છે. વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં પ્રથમ નંબરે અમેરિકાની સેના છે. બીજા નંબરે રશિયા, ત્રીજા નંબરે ચીન અને ભારત ચોથા નંબરે છે. એશિયાની દુનિયા ફરી એકવાર ડંકો જોવા મળી છે. ચીન અને ભારતે સૈન્ય તાકાતની દ્રષ્ટિએ પ્રથમ પાંચમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ફ્રાન્સ પાંચમા ક્રમે છે. ભારતીય નૌસેના વિશ્વની પાંચમી સૌથી મોટી નૌકાદળ બની છે. ભારતીય સેનાની તાકાતમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતીય સેનામાં 1.3 મિલિયનથી વધુ યુવાનો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ગ્લોબલ ફાયરપાવરની આ યાદીમાં કુલ 137 દેશની સેનાનો સમાવેશ કરાયો છે. આ રેન્કિંગ સેના પાસે રહેલા હથિયાર અને સૈનિકોની સંખ્યાના આધારે નહીં, પરંતુ હથિયરા કેવા પ્રકારના છે, સેનાની કુલ શ્રમશક્તિ કેટલી છે, એ દેશની વસતી કેટલી છે, ભૂગોળ અને વિકાસના સંદર્ભમાં સૈન્ય શક્તિનું સ્વરૂપ કેવું છે? રેન્કિંગમાં પરમાણુ હથિયાર સંપન્ન દેશોના બોનસ અંક આપવામાં આવ્યા છે, પરંતુ અંતિમ રેન્કિંગમાં આ આંકડાનો સમાવેશ કરાયો નથી. વિવિધ ધોરણોના આધારે દુનિયાની સૌથી વધુ 25 શક્તિશાળી સેનાની યાદી તૈયાર કરાઈ છે. આ યાદી અનુસાર ભારત પાસે કુલ 34,62,500નું સૈન્ય બળ છે, કુલ 2082 વિમાન અને 4184 ટેન્ક છે. આ ઉપરાંત, એક વિમાનવાહક જહાજ અને કુલ 296 નૌકાદળ સંપત્તિઓ છે. ભારતનું કુલ સંરક્ષણ બજેટ 55.2 અબજ ડોલરનું છે. જેની સામે પાકિસ્તાનની સેનામાં જવાનોની કુલ સંખ્યા 12,04,000 છે. પાક. સેના પાસે 1342 વિમાન છે અને તેનું સંરક્ષણ બજેટ 7 અબજ ડોલરનું છે. વિશ્વની 15 સૌથી શક્તિશાળી સેનાનું સ્થાન અમેરિકા, રશિયા, ચીન, ભારત, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઈટેડ કિંગડમ, તુર્કી, જર્મની, ઈટાલી, ઈજિપ્ત, બ્રાઝીલ, ઈરાન અને પાકિસ્તાન.