દેશની ICICI બેંકે પોતાના ગ્રાહકોને નવરાત્રિની ભેટ આપતા વ્યાજદરો ઘટાડવાનો નિર્ણય લીધો છે. બેંકે વ્યાજના દરોમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણય પછી બેંક પછી હોમ, ઓટો અને પર્સનલ લોનની EMIમાં ઘટાડો થઇ જશે, જ્યારે નવા કસ્ટમર્સ માટે લોન લેવી પણ સસ્તી થઇ જશે. તમને જણાવી દઇએ કે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ICICI બેંકે MCLR બેઝ વ્યાજના દરોમાં 0.10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. એક વર્ષની MCLR ઘટીને 8.55 ટકા, જ્યારે એક દિવસની MCLR 8.30 ટકા રહી ગઇ છે. રિટેલ લોન સ્વરૂપે બેંકની MCLR આધારિત એક વર્ષના વ્યાજદરને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બેંકે તમામ પ્રકારની લાબાગાળાના વ્યાજને આજ દરો સાથે જોડ્યા છે. તેમાં હોમ લોન જેવા વ્યાજદરોનો પણ સમાવેશ થાય છે.6 મહિનામાં 0.20 ટકાથી ઓછો થયો વ્યાજ દર- RBIએ વ્યાજદરો ઘટાડવા માટે બેંકો પર સતત દબાણ કર્યું છે. ICICI બેંકના આ ઘટાડા બાદ એપ્રિલ મહિના પછીથી તેમના વ્યાજ દરમાં કુલ 0.20 ટકાનો ઘટાડો થઇ ચૂક્યો છે. ICICI બેંકે અગાઉ પોતાના વ્યાજદરોની જુલાઇના પહેલા અઠવાડિયામાં સમીક્ષા કરી હતી. ત્યારે બેંકે વ્યાજદરોમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો હતો.1 ટકાથી વધારે દર ઘટાડી ચૂક્યું છે RBIરિઝર્વ બેંક આ વાતને લઇને ઘણું નારાજ છે કે બેંક રેપો દરમાં ઘટાડો કર્યા પછી પણ વ્યાજ દરો ઓછો કરી રહ્યા નથી. રિઝર્વ બેંક 2019માં ચાર વાર રેપો દરમાં કુલ મળીને 1.10 ટકાનો ઘટાડો કરી ચૂક્યું છે. આ નાણાંકીય વર્ષમાં એપ્રિલ પછીથી અત્યાર સુધી કેન્દ્રિય બેંક 0.85 ટકાનો ઘટાડો કરી ચૂક્યું છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે તેમના રેપો દરમાં 0.85 ટકાનો ઘટાડો બાદ બેંક ઓગસ્ટ સુધી માત્ર 0.30 ટકાનો ઘટાડો કરી શક્યા છે.જ્યારે બેંકોનું કહેવું છે કે, તેમના દેવાદારીઓનો ખર્ચ ઓછો થવામાં સમય લાગે છે, જેના કારણે રિઝર્વ બેંકના ઘટાડાનો લાભ તરત ગ્રાહકોને આપવામાં સમય લાગે છે.

