કલા નગરીમાં કલાકારોને કલા પ્રદર્શિત કરવા ફૂટપાથનો સહારો લેવો પડ્યો

ગુજરાત મુખ્ય સમાચાર

વિશ્વમાં કલાનગરી તરીકે ઓળખાતી વડોદરામાં નિષ્ઠુર તંત્રના પાપે કલાકારોની હાલત કફોડી બની ગઇ છે. વિશ્વને વડોદરાએ અનેક વિખ્યાત કલાકારોની ભેટ આપી છે. આ જ વડોદરામાં એક માત્ર રાહત દરે કલાકારોના માટે ઉભી કરવામાં આવેલી સુવિદ્યા ‘સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી’ તોડી પાડ્યા બાદ નિસહાય બની ગયેલા કલાકારોએ વડોદરાના ફૂટપાથ પર કલાકૃતિનું પ્રદર્શન કરીને અનોખી રીતે વિરોધ કર્યો હતો. વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વિવિધ કલાક્ષેત્રના કલાકારોએ પોતાની કલાકૃતિઓનું એક અનોખા પ્રદર્શનનું આયોજન કરીને ભ્રષ્ટાચારી અધિકારીઓ અને નફ્ફટ રાજકારીઓને જોરદાર તમાચો ચોડ્યો છે. રવિવારે યોજાયેલા આ પ્રદર્શનને નિહાળવા માટે અનેક કલા રસિકો આવ્યા હતા. તેઓએ કલાકારોની આ હાલત જોઇને તંત્રની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.