આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ એન.ચંદ્રબાબૂ નાયડૂને મોટો ઝટકો લાગ્યો છે. તેમની પાર્ટીના ચાર રાજ્યસભાના સભ્યોએ રાજીનામું આપીને TDPને અલવિદા કહ્યું છે. TDPના રાજ્યસભાના સભ્ય વાયએસ ચૌધરી, સીએમ રમેશ, ટીજી વેંટકેશ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. જ્યારે જી મોહન રાવ સ્વાસ્થના કારણોસર પછીથી પાર્ટીમાં જોડાશે.
આ ચારેય નેતાઓએ TDP છોડવાની પુરેપુરી તૈયારી કરી લીધી છે. રાજીનામું આપ્યા બાદ ચારેય નેતાઓ ભાજપમાં સામેલ થશે. જાણવા મળી રહ્યું છે કે, TDPના રાજ્યસભાના કુલ 6 માંથી 4 સભ્ય જો પાર્ટી છોડે તો દળ બદલ કાયદો લાગૂ થશે નહી તેવામાં તે રાજ્યસભાના સભ્ય પણ યથાવત્ રહેશે.