વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે, અમને આશા છે કે, 2020 ભારતને બદલવા અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવા માટે લોકો દ્વારા સંચાલિત પ્રયાસોની નિરંતરતાના પ્રતિક હશે. આ વાત વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક અન્ય યૂઝર દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વર્ષ 2020ના ગીતને રિટ્વીટ કરતા કહ્યું. વર્ષ 2020ના ગીતમાં દેશની ઉપલબ્ધીઓની ચર્ચા કરવામાં આવી છે. તેમણે ગીતની પ્રશંસા કરતા કહ્યું કે, એક સુંદર સંકલન છે.
2019માં અમે ઘણી પ્રગતિ હાંસલ કરી છે. આશા છે કે, 2020 ભારતને બદલવા અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવા માટે લોકો દ્વારા સંચાલિત પ્રયાસોની નિરંતરતાનું પ્રતિક હશે. આ ગીતમાં સરકારની મહત્વપૂર્ણ ઉપલબ્ધીઓ દર્શાવી છે.

