સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચશે: નિર્મલા સિતારમણ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણએ મંગળવારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સરકારી ખર્ચને પ્રોત્સાહિત કરવા માટે તથા અર્થવ્યવસ્થાને 5 ટ્રીલીયન ડોલરની બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના રજૂ કરી.

પત્રકાર પરીસદમાં સિતારમણે કહ્યું કે વડાપ્રધાને સ્વતંત્રતા દિવસનાં ભાષણ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિસ્તારમાં 100 લાખ કરોડ રૂપિયાનાં મુડિરોકાણની વાત પહેલા જ કરી ચુક્યા છે.

તેમણે કહ્યું કે ‘તેના તરત બાદ જ ફક્ત ચાર મહીનાનાં સમયગાળામાં જ 70 સ્ટેકહોલ્ડર સાથે વાતચીત કર્યા બાદ 102 લાખ કરોડ રૂપિયાની યોજનાની ઓળખ કરી છે,નાણા પ્રધાને કહ્યું કે ત્રણ લાખ કરોડ રૂપિયાની અન્ય પરીયોજનાઓને પણ તેની સાથે રાખી શકાય છે.

આ વર્ષનાં છેલ્લા દિવસે નાણા પ્રધાન નિર્મલા સિતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને વર્ષ 2019માં કરવામાં આવેલા કાર્યોને મિડિયાનાં સમક્ષ રજુ કર્યા.તેમણે મોદી સરકારનાં આ વર્ષનું રિપોર્ટ કાર્ડ રજુ કરતા કહ્યું કે તે પોતાના વચનોને લઇને પ્રતિબધ્ઘ છે.

નિર્મલા સિતારમણે કહ્યું કે પાંચ વર્ષોમાં ઇન્ફ્રાસ્ટક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરવામાં આવશે, તેના માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સને 102 કરોડ રૂપિયાનાં પ્રોજેક્ટની ઓળખ કરવામાં આવી છે.

તેના પરીણામ સુધી પહોચવાનાં પહેલા લગભગ 70 અલગ-અગલ સ્ટેકહોલ્ડરની સાથે ગહનતાથી ચર્ચા કરી અને આ પ્રોજેક્ટને અંતિમરૂપ આપવામાં આવ્યું છે,છેલ્લા ચાર મહિનામાં 70 બેઠકો થઇ,જેમાં 102 કરોડ રૂપિયાનાં ઇન્ફ્રાસ્ટ્રાક્ચર પ્રોજેક્ટ પર ચર્ચા થઇ.

તેમણે કહ્યું કે છેલ્લા 6 વર્ષોમાં અમારી સરકારનું ફોક્સ ઇન્ફ્રાસ્ટક્ચર પર રહ્યું,આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને તેના પર 51 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા.જે જીડીપીનાં 5-6 ટકા છે.