બ્રિટનના રાજપરિવારમાં વધુ એક સભ્યોનો ઉમેરો થયો છે. બ્રિટનના સ્થાનિક સમય મુજબ આજે વહેલી સવારે પ્રિન્સ વિલિયમની પત્ની મેગને પુત્રને જન્મ આપ્યો છે. બ્રિટનના સમ્રગ રાજપરિવારમાં ખુશીનો માહોલ છે. પ્રિન્સ વિલિયમે ટ્વિટ કરી બ્રિટનની પ્રજાને આ સમાચારની જાણ કરી હતી.
પ્રિન્સે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ‘મેગન અને પુત્ર બંનેનું સ્વાસ્થ ખુબ જ સારું છે. બ્રિટનના સમય મુજબ વહેલી સવારે 5 કલાકને 26 મિનિટે દિકરાનો જન્મ થયો હતો. રાજવી પુત્ર ખુબ જ સ્વસ્થ અને 3.2 kg વજન ધરાવે છે.’ પ્રિન્સ વિલિયમ અને મેગનને આ પ્રથમ સંતાન છે.

