વ્યાપાર રદ્દ કરી પાકિસ્તાને પોતાના પગમાં કુહાડી મારી, હજુ વધારે થશે નુકશાન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 નાબુદ થવાથી ડઘાયેલા પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર કરવો બંધ કરી નાખ્યો છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયની અસર ત્યાંના વેપારી પર પડી રહીં છે. ભારત સાથેના દ્વિપક્ષીય વ્યાપાર રદ્દ કરવાથી પાકિસ્તાન અધિકૃત કશ્મીર (POK)માં પાકના ઘણા ટ્રકને ભારતમાં પ્રવેશ ન મળવાથી ફસાઇ ગયા છે. આ ટ્રક લાહોર, કરાચી અને રાવલપિંડીના છે.

કેન્દ્ર સરકારે જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370ને નાબુદ કરી નાખી છે. આ નિર્ણયના વિરોદ્ધમાં પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી હતી, જેનું પરિણામ પાકિસ્તાની વેપારીને ભોગવવું પડયું હતું.

ત્યારે પાકિસ્તાનના ઘણા ટ્રકો સામાન સાથે અટારી-વાઘા બોર્ડર પર ઘણા દિવસો સુધી પડયા રહ્યા હતા. આ તમામ ટ્રકને ભારત આવવું હતું. કસ્ટમ ડ્યૂટીમાં આચાનક વધારાથી ભારતીય આયાતકારોએ એમના શિપમેંટનો સ્વીકાર કરવા માટે ના કહી દીધી હતી.

પાકિસ્તાને પોતાના પગમાં કુહાડી મારી

ભારત સાથે દ્વિપક્ષીય વ્યપાર બંધ કરીને પાકિસ્તાને પોતાના પગમાં કુહાડી મારી છે. ભારતથી આયાત કરવામાં આવતા સામાનમાં સંપૂર્ણ પણે રોક લગાવ્યા બાદ પાકિસ્તાનની બજારમાં રોજીંદા માલની કિંમતમાં આગ લાગી છે.

વધતી મોંઘવારીથી રોજીંદા જરૂરીયાતનું બજેટ ખોરવાય ગયું છે. શાકભાજીની કિંમતમાં અચાનક વધારો થયો. ટમેટા 300 રૂપિયા કિલ્લો સુધી પહોંચી ગયા. ટમેટા ઉપરાંત અન્ય શાકભાજીની કિંમતમાં થયેલા વધારાથી પાકિતાનના લોકો મુશ્કેલીમાં છે અને મોંધવારીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત દુધ 100 રૂપિયા લીટરની કિંમતનું થઇ ગયું છે. કરાચી ડેરી ફાર્મ્સ એસોસિએશનએ થોડા દિવસ પહેલાં દુધની કિંમત વધારી દીધી હતી.

ભારત સાથેના વ્યાપાર રદ્દ કરવાથી પાકિસ્તાનને હજુ વધારે નુકશાન ભોગવવું પડશે કારણ કે, દ્વિપક્ષીય વ્યાપારમાં 80 ટકા સામાન ભારતથી પાકિસ્તાનમાં જાય છે, જ્યારે પાકિસ્તાનથી માત્ર 20 ટકા સામાન ભારત આવે છે.