ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી વખત કરાયું મેગા ઓપરેશન ડિમોલીશન

ગુજરાત મુખ્ય સમાચાર

ઉધનામાં પાલિકાએ બુધવારે ફરી મોટુ ઓપરેશન ડિમોલીશન હાથ ધર્યુ હતું. લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 4 પ્લોટ ઉપર ડિમોલીશન કરાયુ હતું. 8હજાર ચોરસ ફૂટથી વધારે બાંધકામ જમીનદોસ્ત કરી દીધું હતું. 30થી વધારે સ્ટાફ અને ડિમોલીશન માટે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરના માણસોની અલગ-અલગ ટીમ બનાવી હતી. સિક્યુરિટી સ્ટાફ પણ સાથે રાખ્યો હતો. ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેશ જરીવાળાની આગેવાનીમાં આ ઓપરેશન પાર પડાયુ હતું. લક્ષ્મીનારાયણ એસ્ટેટમાં છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજું મોટુ મેગા ડિમોલીશન હતું. બે દિવસ પહેલાં પણ નવ દુકાનોનો ભૂક્કો બોલાવાયો હતો.