જ્યારે લોકસભામાં અમિત શાહ અને ઓવૈસી થયા આમને-સામને.

મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હીમાં સંસદના બજેટ સત્રમાં સોમવારે એનઆઈએ બિલ રજૂ કરતી વખતે થયેલા ઉહાપામાં ગૃહમંત્રી અમિત શાહને વચ્ચે બોલવુ પડ્યુ હતુ. લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)બીલને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ વિષયમાં ભાજપના સાંસદ અને મુંબઇના પૂર્વ પોલિસ કમિશ્નર સત્યપાલ સિંહ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. ત્યારે AIMIMના નેતા અને સંસદ અસદુદ્દીન ઓવૈસી વારંવાર વચ્ચે બોલી રહ્યા હતા. સત્યપાલ સિંહ અને લોકસભા સ્પીકરએ ઘણી વખત એમને શાંતિથી સંભળવા માટે પણ કહ્યું હતું. જોકે ઓવૈસી સતત ટિકા-ટિપ્પણી કરતા રહ્યા હતા.દરમ્યાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ અચાનક ઉભા થઈ ગયા અને એમણે સત્યપાલનું ભાષણ ધ્યાનથી સાંભળવા માટે ઓવૈસીને કહ્યું પરંતુ ઓવૈસી અમિત શાહની બોલી રહ્યાં હતા ત્યારે પણ વચ્ચે બોલી રહ્યાં હતા. જેથી અમિતશાહે કહ્યું કે, ‘તમારે સાંભળવાની ટેવ પાડવી પડશે’ જ્યારે કોઈ બીજી વ્યક્તિ બોલે તો તમે તેને શાંતિથી સાંભળો છો પરંતુ સત્યપાલ સિંહ બોલે ત્યારે તમે વારંવાર ખલેલ પહોંચાડો છો. તમારે સાંભળવાની ટેવ પાડવી પડશે.

ત્યારબાદ ઓવૈસીએ મ્હેણું મારીને કહ્યું કે, મને ડર લાગે છે. ઓવૈસીનો જવાબ સાંભળીને શાહ બોલ્યા તમારી અંદર ડર છે તો એમાં અમે શું કરી શકીએ? અમિત શાહે તમામ વિપક્ષી નેતાને કહ્યું કે, જ્યારે તમારે બોલવાનો સમય આવે ત્યારે બોલો, કોઈને બોલી રહ્યાં હોય ત્યારે ખલેલ ન પહોંચાડો.