ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠકથી ફરી વખત ચૂંટણી લડશે અને ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે. પત્રકાર પરિષદ યોજીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. બેઠકોના ઘટનાક્રમ બાદ આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં એટલે કે 2014માં નરેન્દ્ર મોદી વારાણસી તથા વડોદરા એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. બન્ને બેઠકો પરથી વિજય થતા તેમને વડોદરા બેઠક છોડી હતી અને વડોદરામાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટ જીત્યાં હતાં.

