સુરત સરથાણા પોલીસે લસકાણા ડાયમંડનગર ખાતેથી ડુપ્લીકેટ વિમલ પાનમસાલાનું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે પાનમસાલા બનાવવાને લગતાં મશીનરી તેમજ મટિરિયલ કિં. રૂ. 2.93 લાખ સાથે ત્રણને ઝડપી પાડ્યાં છે. સરથાણા પોલીસને બાતમી મળી હતી કે લસકાણા ડાયમંડ નગર અમૃત ઉદ્યોગનગર ખાતા નં. 158ના ત્રીજા માળે ભરતભાઈના કારખાનામાં વિમલ કંપનીના ડુપ્લીકેટ પાનમસાલા બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે અને તેના દ્વારા કેટલાક લોકો વિમલ કંપનીને નુક્સાન પહોંચાડી રહ્યાં છે. જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી. આ દરમિયાન કારખાનામાં વિમલના ડુપ્લીકેટ પાનમસાલા બનતા હોવાની મશીનરી તેમજ મરિરિટલ સહિતનો સામાન મળી આવ્યો હતો. આ કુલ રૂ. 2,93,700ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી ધરમેશભાઈ નરેશભાઈ ખૂંટ (ઉ.વ. 30 પ્રમુખપાર્ક સોસાયટી, પૂણા ગામ) અમિતભાઈ હિંમતભાઈ ઝાલાવડીયા (ઉ.વ. 32 રહે. 308, હંસ સોસાયટી, યમુના ચોક મોટાવરાછા) પીયુષકુમાર દેવચંદભાઈ ગોંડલીયા (ઉ.વ. 25 રહે. અવધ રેસીડેન્સી, સરથાણા) ત્રણ જણાંની ધરપકડ કરી છે.

