પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લા સ્થિત નિયંત્રણ રેખા નજીક આવેલ ચોકીઓ પર ગુરુવારે ગોળીબાર કર્યો અને મોર્ટાર છોડ્યા હતા. આ ગોળીબારમાં એક જવાન શહીદ થયો છે. જમ્મુ અને કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં પણ સુરક્ષાબળો પર ગ્રેનેડથી હુમલો થયો હોવાના અહેવાલ મળ્યા છે. આતંકવાદીઓએ કરેલ ગ્રેનેડ હુમલામાં એક અધિકારી સહિત 2 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા.

