વાપી જીઆઇડીસીમાં જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત

ગુજરાત મુખ્ય સમાચાર

વાપી જીઆઇડીસીના સેકન્ડ ફેસમાં આવેલી જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત થયા છે જ્યારે પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. જય કેમિકલ કંપની ના માલિક વાપી ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા છે. આમ વી આઇ એ ના પ્રમુખ ની જ કંપની માં ઘટના બનતા વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે ઘટનાની જાણ થતાં જ મૃતક મુકેશ મંડલ અને મોન્ટુ માંહોતો નામના બે કામદારોના પરિવારજનો કંપની પર પહોંચ્યા હતા અને સાથે સાથી કામદારો રોષે ભરાયાં હતાં અને કંપનીના ગેટ સામે બેસી અને મૃતક કામદારોના પરિવારજનોને મોટા વળતરની માંગ કરી હતી .