વેરાવળના દરિયામાં 2 યુવાનો ડૂબી ગયા

ગુજરાત મુખ્ય સમાચાર

આજે ધૂળેટીના અવસરે લોકો એક-બીજાને રંગ લગાવીને આ ખાસ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વેરાવળથી એક ખુબ જ આઘાટજનક સમાચાર મળી રહ્યા છે. વેરાવળના દરિયામાં 2 યુવાનો ડૂબી ગયા છે. બંન્ને યુવાનો ધૂળેટી રમ્યા બાદ દરિયામાં ન્હાવા ગયા હતા આ દરમિયાન સ્થાનિકોએ એક યુવકને બચાવી લીધો છે. અને એકની શોધખોળ ચાલુ છે. લાપતા સગીરનો શોધખોળ હજુ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળના દરિયામાં ન્હાવા પડેલ 2 યુવાનો ડૂબ્યા ડૂબી ગયા હતાં. સમુદ્ર કિનારે આવેલ વાલ્મિકી વાસની આ ઘટના છે. ધુળેટીમાં રંગોની રંગત માણી સમુદ્રમાં બંન્ને યુવાનો ન્હાવા પડ્યા હતા. દરમિયાન એક યુવાનને ડૂબતો જઇ સ્થાનિક લોકોએ તેને મોતના મુખમાંથી બહાર લાવ્યા હતા અને તેને ડૂબતા બચાવ્યો હતો. આ યુવાનનું નામ પરસોતમ દામજી પરમાર ઉ. વર્ષ 28 જણાવવામાં આવી રહી છે. હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. ત્યાં જ ઓમ પ્રવીણ સોલંકી – ઉ.વ વર્ષ 14 જે સગીર છે, તે હજુ પણ લાપતા છે. જેની શોધખોળ ચાલી રહી છે.