સરકારી બેંક બીઓબીએ તેના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. જી હા, સરકારી માલિકીની બેન્ક ઓફ બરોડાએ શનિવારે 0.05 ટકાના માર્જિનલ કોસ્ટ આધારિત વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરી. એ વાતની પણ જાણકારી આપી દઈએ કે વધેલો દર 7 મેથી અસરકારક રહેશે. બીઓબીએ એક દિવસની લોન પર વ્યાજ દર 8.25 ટકાથી વધારીને 8.30 સુધી કરી દીધો છે. બેંકે એક મહિના અને ત્રણ મહિના માટે લોન પર વ્યાજદર વધારીને અનુક્રમે 8.35 ટકા અને 8.45 ટકા કર્યો છે. બીઓબીએ શેર બજાર બીએસઈને જણાવ્યું છે કે છ મહિના અને એક વર્ષની લોન માટે એમસીએલઆરને વધારીને અનુક્રમે 8.65% અને 8.70% કરી દીધો છે.
જો કે એમસીએલઆરને ‘માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટની’ પણ કહેવામાં આવે છે. આમાં, બેંકો તેમના ફંડના ખર્ચ અનુસાર લોનના દરો નક્કી કરે છે. આ બેંચમાર્ક દર છે. તેમાં વધારો થવાથી તમારા દ્વારા બેન્કમાંથી લેવામાં આવતી તમામ લોન મોંઘી થાય છે અને પછી આગળ કરતાં વધુ ઇએમઆઇ આપવું પડે છે.
તમને જણાવી દઈએ કે બેન્ક ઑફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકનું મર્જર 1 એપ્રિલથી અસરકારક થયું હતું. ભારતીય રિઝર્વ બેન્કએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિજયા બેંક અને દેના બેન્કની તમામ શાખાઓ 1 એપ્રિલ, 2019 થી બેંક ઓફ બરોડાની શાખાઓ તરીકે કામ કરશે. વિજયા બેન્ક અને દેના બેન્કના જમાકર્તાઓ સહિતના ગ્રાહકોને 1 એપ્રિલ, 2019 થી બેન્ક ઑફ બરોડાના ગ્રાહકો તરીકે માનવામાં આવશે.