ભારતની ગુપ્ત એજન્સીઓ દ્વારા દિલ્હી પોલીસની ચોકી પર ફિદાઇન હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ગુપ્ત એજન્સીઓની ચેતવણી મુજબ આતંકીઓ દિલ્હી પોલીસને નિશાનો બનાવી શકે છે. આ ચેતવણી પછી દિલ્હીમાં પોલીસ સ્ટેશનોની સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ દિલ્હીના 200 જેટલો પોલીસ સ્ટેશનોની સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી જ્યારે અન્ય માટે વ્યવસ્થા અભિયાન ચાલુ છે.
દિલ્હીમાં પોલીસ સ્ટેશનમાં આવતા જતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે ખાનગી વાહનોને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે.
ગુપ્ત એજન્સીઓના એલર્ટ મુજબ આંતકી ચારથી પાંચની સંખ્યામાં ગાડીમાં બેસીને આવી શકે છે અને પોલીસ સ્ટેશનમાં ગાડી ઘૂસાવીને હુમલાને અંજામ આપી શકે છે. ચેતવણી પછી દિલ્હીના લગભગ તમામ પોલીસ સ્ટેશનોની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 307ને હટાવ્યા પછી સરકારી એજન્સીઓ દ્વારા આતંકી પ્રવૃત્તિઓ વધવાની અને હુમલા થવાની ચેતવણી આપવામાં આવી હતી. એજન્સીઓ મુજબ આતંકીઓ દ્વારા દેશના કોઇપણ ખૂણે આતંકી હુમલો કરી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ સિવાય દરિયા કાંઢાના વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા, કારણ કે એજન્સીઓએ દરિયાઇ માર્ગેથી આતંકી દેશમાં ઘૂસવા અને હુમલા કરી શકે તેવી ખાસ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

