લાલ કિલ્લા પર સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત વચ્ચે સેનાનું રિહર્સલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

લાલ કિલ્લા પર મંગળવારે સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત વચ્ચે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે સેનાની ત્રણેય પાંખના જવાનોએ ફુલ ડ્રેસ રિહર્સલ કરી. ઊચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, લાલ કિલ્લાના સમગ્ર પરિસરમાં રિહર્સલ દરમિયાન સેના, નૌસેન અને વાયુ સેનાના જવાનોએ માર્ચ કરી તથા શાળાના બાળકોએ રિહર્સલ દરમિયાન પોતાનો કાર્યક્રમ રજૂ કર્યો. લાલ કિલ્લાની આસ-પાસ NSG સ્નાઈપર, કમાન્ડો સહિતની મલ્ટિલેવલ સુરક્ષાનો ઘેરો બનાવાયો છે.

હાલમાં જ સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં બહૂમતિ સાથે સત્તામાં આવ્યા બાદ 73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાનનું આ પહેલું સંબોધન હશે. દિલ્હી ટ્રાફિક પોલીસે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ અને મંગળવારે ફુલ ડ્રેસ રિહર્સલ જોતા સમગ્ર શહેરમાં ટ્રાફિકને જાળવવા અગાઉ જ નિર્દેશ જાહેર કરી દીધાં હતા. અધિકારીઓએ જણાવ્યું કે, 15 ઓગસ્ટના રોજ વાયલેટ લાઈન પર કેટલાંક સ્ટેશન પર આવન-જાવન પર પ્રતિબંધ સિવાય અન્ય મેટ્રો ટ્રેન સેવા સામાન્ય રહેશે.