લોકસભા ચૂંટણી ભારત અને વિશ્વના ઇતિહાસમાં સૌથી મોંઘી ચૂંટણી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણી ભારત અને વિશ્વના ઇતિહાસમાં સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે. તેમાં સરકારી ખર્ચ પણ સામેલ છે. અમેરિકી થિન્ક ટેન્ક ‘કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ’માં સિનિયર ફેલો તથા દક્ષિણ એશિયા કાર્યક્રમના ડાયરેક્ટર મિલન વૈષ્ણવ મુજબ 2016માં અમેરિકી પ્રમુખ અને કોંગ્રેસની ચૂંટણીમાં 650 કરોડ ડોલર એટલે કે આશરે 46,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં 500 કરોડ ડોલર એટલે આશરે 35,000 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. 2019ની ચૂંટણીમાં આ આંકડો લગભગ ડબલ થઇ જવાની અપેક્ષા છે. માનવામાં આવે છે કે આ વખતે 70 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. 2014માં ઉમેદવારોના ખર્ચની મર્યાદા 40 લાખ રૂપિયાથી વધારી 70 લાખ કરવામાં આવી હતી.