દમણ કોસ્ટલ પોલીસે બુધવારે એક શંકાસ્પદ બોટને પકડી પાડી

ગુજરાત મુખ્ય સમાચાર

દમણ કોસ્ટલ પોલીસે કડૈયાના દરિયા પાસેથી બુધવારે એક શંકાસ્પદ બોટને પકડી પાડી હતી. ગેરકાયદે ફિશિંગ કરવા માટે ઉપયોગમાં લેવાય રહી હોય તેવી પ્રાથમિક શંકા સેવાઈ છે. જોકે, હાલના સંજોગો જોતા આ બોટ કોઈ અપરાધી પ્રવૃત્તિ માટે તો ઉપયોગમાં લેવાની હતી કે કેમ તે પણ ચકાસવામાં આવી રહ્યું છે. દમણ કોસ્ટલ પોલીસનું કહેવું હતું કે, મંગળવારે મોડી સાંજે દરિયામા ૩ નોટીકલ માઈલ દૂર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે આ બોટ નજરમાં આવી હતી. પ્રાથમિક રીતે બોટને જોતા તે સંદિગ્ધ લાગી હતી. પોલીસે બોટ પર સવાર ૫ ખલાસીઓની પુછપરછ પણ શરૂ કરી હતી. આ સાથે જ બોટ પર કોઈપણ પ્રકારનો રજીસ્ટ્રેશન નંબર કે નામ પણ ન હતું. ખલાસીઓની પુછપરછ કરતા તેમણે બોટ વલસાડની હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ કેસને દમણ મત્સ્ય વિભાગને સોંપતા હાલ દમણ મત્સ્ય વિભાગે આ બોટ કોની માલિકીની છે. આ પ્રમાણે રજીસ્ટ્રેશન વગર અને નામ વગર દમણના દરિયા કિનારે શા માટે ફિશીંગ કરી રહી હતી એ દિશામા તપાસ હાથ ધરી છે.