ગુરુવારે કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલ અને રણદીપ સુરજેવાલાએ CAG રિપોર્ટનો હેવાલ આપતા સ્મૃતિ ઈરાની પર પોતાના સાંસદ ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતાઓએ PM નરેન્દ્ર મોદીને સ્મૃતિ ઈરાનીને મંત્રીમંડળમાંથી દૂર કરવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. શક્તિ સિંહ ગોહિલે કહ્યુ, વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે હુ ખાતો નથી, ખાવા દેતો નથી. પરંતુ સત્ય છે કે વડાપ્રધાન અને તેમના નજીકના કરોડોથી ઓછા ખાતા નથી. તેમજ જે સત્ય બોલે છે તેમને શાંતિથી રહેવા દેતા નથી. સ્મૃતિ ઈરાનીએ સાંસદ બન્યા બાદ એક ગામ દત્તક લીધુ હતુ. જોકે તેમણે ગામ દત્તક લીધુ નહીં પરંતુ ગામને મળનાર પૈસા પોતાના ખિસ્સામાં મૂક્યા. આણંદ જિલ્લાના કલેક્ટરે સાંસદ ભંડોળ રજૂ કરનાર ડેપ્યુટી સચિવને એક પત્ર લખ્યો હતો. જેમાં ખુલાસો થયો કે સ્મૃતિ ઈરાનીએ પોતાના સાંસદ ભંડોળમાં કૌભાંડ કર્યું છે.

