વિવિધ શહેરોની જેમ અમદાવાદમાં પણ PUB Gને બેન કરવામાં આવી છે. જાહેરમાં PUB G ન રમવા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતા અમદાવાદના વિવિધ વિસ્તારોથી PUB G રમતા યુવકોને પકડવાના ચાર કેસ સામે આવ્યા છે. જાહેરનામું બહાર પાડ્યા પછા પોલીસ દ્વારા PUB G રમતા લોકો સામે કાર્યવાહી શરુ કરી છે. પોલીસ ઠેર ઠેર વૉચ ગોઠવીને PUB G રમતા લોકોની ધરપકડ કરી રહી છે.
રાજકોટ બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 કેસ નોંધાયા છે જેમા એક કેસ રખિયાલ પોલીસ જ્યારે ત્રણ કેસ સેટેલાઈટ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે. આ યુવકોના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેટેલાઈટ પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર તાકિદ કરવામાં આવી છે.
PUB Gની નકારાત્મકતા અને નુકસાનને જોઈને ગુજરાતના વિવિધ શહેરોમાં PUB G બેન કરવામાં આવી છે.