બોલીવુડમાં હાલ શિખ પર રીયલ સ્ટોરી બનનારી “કેસરી” ફિલ્મના સ્ટાર અક્ષય કુમાર અને પરીણિતી ચોપરા આજે ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ શહેર ખાતે આવી પહોંચ્યા છે. અક્ષય કુમાર અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ટ્વીટર પર કહ્યું કે, Hello Ahmedabad, ટીમ કેસરી તમને મળવા માટે આવી પહોંચી છે.” તેણે પરીણિતા ચોપરાની સાથેનો ફોટો પોતાના ટ્વીટર પર શેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેસરી ફિલ્મ રીયલ સ્ટોરી પર આધારીત છે. 1897માં બ્રિટિશ ભારતીય સૈન્યની એક નાનકડી ટુકડી અને અફ્ઘાની સૈન્ય વચ્ચે થયેલા સારાગઢીના યુદ્ધ પર આ ફિલ્મ આધારિત છે. આ યુદ્ધમાં બ્રિટિશ ભારતીય સૈન્યના માત્ર 21 શીખ જાંબાઝોએ 10 હજારની અફ્ઘાન સૈન્ય સામે યુદ્ધ કર્યું હતું. કેસરી ફિલ્મ હોળીના પર્વ પર 21 માર્ચે રીલિઝ થશે.

