અમિતાભ બચ્ચન પોતાની દાઢી માટે ખાસ આ ત્રણ વાતોનું રાખે છે ધ્યાન

ફિલ્મ જગત

ઈલ અને ફેશન સેન્સમાં અમિતાભ બચ્ચનને કોઈ પાછળ ન મુકી શકે. 76 વર્ષની ઉંમરમાં પણ તે જવાનોને પણ શરમાવે છે. તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં રિલીઝ થઈ રહી ફિલ્મ સયરા રેડ્ડીમાં તેમની લાંબી દાઢી આજકાલ ખૂબ ચર્ચાનો વિષય બની રહી છે. આ વર્ષે આવેલી તેમની ત્રણ ફિલ્મોમાં તેમની દાઢી સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. તો આવો જાણીએ તેમની દાઢીની એ ત્રણ ખુબિઓ જેમના કારણે તે ચર્ચાનો વિષય બની.

લંબાઈ

આમ તો બોલીવુડના ઘણા સ્ટાર્સ જેવા કે સેફ અલી ખાન હોય કે રણવીર સિંહ દરેક દાઢી રાખવાનું પસંદ કરે છે. પરંતુ યુવાનોને તો આ સમયે સૌથી વધુ વધુ અમિતાભ બચ્ચનની લાંબી દાઢી પસંદ આવી રહી છે.

ટેક્સચર

જો તમે અમિતાભ બચ્ચન જેવા દાઢી રાખવાની ઈચ્છા ધરાવો છો તો તમારે થોડુ ધ્યાન રાખવું પડશે. કારણ કે ભરાવદાર અને લાંબી દાઢી મેળવવા માટે તે ખૂબ જરૂરી છે. જો ધૂળ-માટી અને ગંદકી દાઢી માટે મુશ્કેલી ઉભી કરે તો તેને સારી રીતે ઉગાડવા માટે બિયર્ડ ઓઈલ અથવા તો બિયર્ડના મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો.

ઘીરજ રાખો 

ભરાવદાર દાઢી મેળવવા માટે લાંબો સમય ખૂબ જરૂરી છે. તે રાતો રાત તો ન ઉગી શકે માટે જો તમે દાઢી ઉગાડવા ઈચ્છો છો તો રેઝરનો ઉપયોગ ભુલી જાઓ. કારણ કે ભરાવદાર અને ઓછામાં ઓછી છો ઈંચ લાંબી દાઢી મેળવવા માટે 1 વર્ષ સુધીનો સમય લાગે છે.