પાકિસ્તાનની સંસદમાં થાય છે રાહુલ ગાંધીનાં નિવેદનનો ઉપયોગ, શરમ કરે કોંગ્રેસીઓ : અમિત શાહ

મુખ્ય સમાચાર રાજકીય

ગૃહ મંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસામાં ઘણી વિકાસ પરિયોજનાઓનુ ઉદ્ધાટન કર્યુ હતુ. સેલવાસમાં શાહે કહ્યુ હતુકે, આજે અહીં એક બાદ એક કરોડો રૂપિયાનાં કાર્યો માટે લોકાર્પણ થયા છે. આ દરેક કામ આ સંઘ પ્રદેશનાં વિકાસ માર્ગને આગળ લઈ જશે. ઘણા વર્ષોથી અહીંના લોકો વિકાસની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વિકાસ અહી ત્યારે થયો જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા હતા. વર્ષો સુધી અહીંના લોકો સાથે અન્યાય થતો હતો. 2014 બાદથી અહી સર્વાંગી વિકાસની શરૂઆત થઈ છે. આર્ટિકલ 370 પર ગૃહમંત્રીએ કહ્યુ હતુકે, પાછલા સંસદ સત્રમાં મોદીજીએ ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આર્ટિકલ 370 અને 35એ દેશનાં એકીકરણમાં બાધારૂપ છે. મોદીજીને તમે ફરી પ્રધાનમંત્રી બનાવ્યા અને તેમણે સંસદનાં પહેલાં સત્રમાં આર્ટિકલ 370નને ખતમ કરી દીધો હતો. મોદીજી સિવાય આ કામ બીજું કોઈ કરી શકે તેમ નથી. 370 હટાવતા જમ્મૂ-કાશ્મૂરમાં વિકાસનાં રસ્તાઓ ખુલી ગયા હતા. જમ્મૂ-કાશ્મીર પુરી રીતે ભારતની સાથે મેળવવાનું કામ કર્યુ છે. લોકોને સંબોધિત કરતાં શાહે કહ્યુકે, દેશનાં બધા લોકો આ નિર્ણય પર સરકારની સાથે છે પરંતુ અમુક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. અમિત શાહે સેલવાસની સભા દરમ્યાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે રાહુલ ગાંધી કાશ્મીર મુદ્દે જે નિવેદનો આપે છે તેનો પાકિસ્તાન ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે જ્યારે દેશહિતની વાત હોય ત્યારે તમામ પક્ષોએ એકજૂટ થવું જોઇએ. પરંતુ કોંગ્રેસ આ પરંપરાને તોડી રહી છે. કોંગ્રેસને શરમ આવવી જોઇએ કે રાહુલ ગાંધીના નિવેદનનો પાકિસ્તાન ઉપયોગ કરી રહ્યું છે.