સલમાન ખાન હાલ પોતાની ફિલ્મ ‘દબંગ ૩’ના શૂટિંગને પુરુ કરવામાં વ્યસ્ત છે. આ શૂટિંગ પત્યા બાદ તરત જ તે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ઇન્શાલ્લાહ’નું શૂટિંગ શરૂ કરવાની યોજના હતી. પરંતુ હવે ભણશાલીની ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યું છે. ફિલ્મ ‘દબંગ ૩’માં સલમાન ખાનનો લુક એક યુવાનનું હોવાથી ભણશાલીની ફિલ્મમાં આ લુક ચાલે તેમ નથી. તેથી ભણશાલીએ આ ફિલ્મનું શૂટિંગ લંબાવ્યું છે.
‘દબંગ ૩’નું શૂટિંગ પુરું થયા બાદ સલમાન અમેરિકા પાછો આવીને પછી ‘ઇન્શાલ્લાહ’ના શૂટિંગની શરૂઆત કરશે. સલમાનખાન અને આલિયા ભટ્ટની જોડી પહેલી વખત સાથે કામ કરવાની છે.
સલમાને ભણશાલીને સલાહ આપી હતી કે આલિયાનું વજન આ ફિલ્મમાં વધારવું જરૂરી છે. તો જ તેની અને આલિયાની જોડી વચ્ચેની કેમિસ્ટ્રી ઉડીને આંખે વળગે એવી દેખાશે.

