સલમાન ખાન અને આલિયા ભટ્ટ સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ઇન્શા અલ્લાહ’મા કરવાના છે. આ ફિલ્મના શૂટિંગની તૈયારીઓ થઇ રહી છે. આ માટે ત્રણ લોકેશનને ફાઇનલ કરવામાં આવ્યા છે.
સલમાન અને આલિયાની લોકપ્રિયાતને જોતા શૂટિંગ કરવું સરળ નથી. તેથી આ વાતને ધ્યાનમાં રાખીને ભણશાલીએ હાઇસિક્યોરિટીની ઘોષણા કરી છે. ઉત્તર ભારતમાં વારાણસી લોકેશનને ફાઇનલ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં પણ ફિલ્મના મુખ્ય દ્રશ્યોના શૂટિંગ કરવામાં આવશે. વિદેશમાં શૂટિંગ માટે અમેરિકાને પસંદ કરવામાં આવ્યું છે.
મિયામી અને ઓરલેન્ડોની વચ્ચે શૂટિંગ કરવામાં આવશે. રિપોર્ટના અનુસાર હોલીવૂડ ફિલ્મોની શૂટિંગ વખતે પણ હાઇ સિક્યોરિટી હોય છે. એવામાં સમજય લીલા ભણશાલી પણ આવા જ લેવલની સિક્યોરિટી ઇચ્છી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં સલમાન ખાન ૪૦ વરસની વ્યક્તિનું પાત્ર ભજવે છે. જે અમેરિકાના ફ્લોરિડાનો બિઝનેસમેન છે. તે આ ફિલ્મમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળશે.