ગુજરાતમાં આગામી 23મી એપ્રિલે મતદાનને લઇ ચૂંટણી પંચ અત્યારથી સજ્જ બન્યું છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા અમદાવાદની એક મેડિકલ કૉલેજમાં સરકારી કર્મચારીઓને ચૂંટણીની કામગીરીની બાબતે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
ત્યારે અમદાવાદમાં ચૂંટણીની ટ્રેનિંગ દરમિયાન એક સરકારી કર્મચારીનું મોત નિપજ્યું હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની બી. જે. મેડિકલનાં ઓડિટોરિયમમાં યુદ્ધના ધોરણે સરકારી કર્મચારીઓને ચૂટણી માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.
જેમાં શાળાના શિક્ષકો, પોસ્ટ વિભાગના કર્મચારીઓ તેમ જ વિભાગના ક્લાર્કનો સમાવેશ થાય છે. ત્યારે આજે એક સરકારી કર્મચારીને હાર્ટ એટેક તેનું આવતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાની સાથે ચૂંટણી અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતા. સરકારી કર્મચારી પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો કર્મચારી હતો. હાલ જિલ્લા ચૂંટણી અધિકારીઓ ઘટના અંગે વધુ તપાસ હાથ ઘરી હતી.

