અહેમદ પટેલના પુત્ર ફૈજલ પટેલનું રાજકારણમાં આગમન

મુખ્ય સમાચાર રાજકીય

ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં ઉમેદવાર કોણ તેના વિષે અનેક તર્ક-વિતર્ક થઇ રહયા છે. એક તરફ કોંગ્રેસ બીટીપી સાથે ગઠબંધન કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ છોટુભાઇ વસાવા કોંગ્રેસ ઉપર રાજ્યસભાની ચુંટણી દરમિયાન કરેલા ઉપકારનું ઋણ કોંગ્રેસ ચૂકવી પોતાને સમર્થન આપે તેવી મંશા ધરાવે છે. તેવા સંજોગોમાં ભરૂચ વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના કાર્યકરોના સંમેલનમાં પહેલી વખત રાજ્યસભાના સાંસદ અહેમદભાઇ પટેલના પુત્ર ફૈજલ પટેલ ઉપસ્થિત રહેનાર હોય અનેક તર્કવિતર્ક ઉભા થઇ રહયા છે.