સુરત: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીની હાલત બની ખૂબ જ દયનિય

ગુજરાત મુખ્ય સમાચાર

સુરત શહેર ની જનતા માટે એક માત્ર પીવાના પાણી સ્ત્રોત તાપી નદી માં જલકુંભી ની ચાદર પથરાય જતા પાણી પ્રદુષિત થઈ રહ્યું છે. પાલિકા દ્વારા વારંવાર તાપી સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે પરંતુ યોગ્ય આયોજનના અભાવે જલકુંભી સામે પાલિકાનું સફાઈ અભિયાન વામણું પુરવાર થઈ રહ્યું છે. સુરત શહેર નજીક થી પસાર થતી અને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીની હાલત ખૂબ જ દયનિય થઈ રહી છે. મોટા વરાછા અમરોલી વિસ્તાર માં તાપી નદીમાં જલકુંભીનું સામ્રાજ્ય જોવા મળે છે. પાલિકા દ્વારા વારંવાર તાપી સફાઈ અભિયાન ના નામે લાખો રૂપિયા નું આંધણ કરવામાં આવે છે. પરંતુ આયોજનના આભાવે જલકુંભી મૂદ્દે પાલિકાને સફળતા મળતી નથી.