BJP ગુજરાતના વધુ 15 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા

મુખ્ય સમાચાર રાજકીય

ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આજે ફરી વધુ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારનાં નામ સામેલ છે. આ 15 ઉમેદવારોમાં ભાજપે 14 સાંસદોને રિપીટ કર્યા છે પરંતુ સુરેન્દ્રનગર બેઠક પર તેમણે ઉમેદવાર બદલાવ્યા છે. હજી ગુજરાતની 10 બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરવાનાં બાકી છે.

ઉમેદવારનું નામ બેઠકનું નામ
વિનોદ ચાવડા કચ્છ
દીપસિંહ રાઠોડ સાબરકાંઠા
કિરીટ સોલંકી અમદાવાદ પશ્ચિમ
મહેન્દ્ર મુંજાપરા સુરેન્દ્રનગર
મોહન કુંડારિયા રાજકોટ
પૂનમબહેન માડમ જામનગર
નારણ કાછડિયા અમરેલી
ભારતી શિયાળ ભાવનગર
ખેડા દેવુસિંહ ચૌહાણ
દાહોદ જસવંતસિંહ ભાભોર
ભરૂચ મનસુખ વસાવા
વડોદરા રંજનબહેન ભટ્ટ
બારડોલી પ્રભુ વસાવા
નવસારી સી. આર. પાટીલ
વલસાડ કે. સી. પટેલ