સરદાર સરોવર ડેમ ઓવરફલો થવાની તૈયારી, નિચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવા સુચના

મુખ્ય સમાચાર

ઉપરવાસમાં ભારે વરસાદથી ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. અને 131 મીટર સપાટી વટાવશે ત્યારે દરવાજા ખોલાશે. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ નર્મદા ડેમની મુલાકાત લેશે. હાલમાં નર્મદા સરદાર સરોવર બંધની હાલની સપાટી 130 મીટર સુધી પહોંચી ગઇ છે. નિર્ધારિત બંધની સપાટી 131 મીટર છે. જો સતત પાણીની આવક રહેશે તો રાત્રે 1 વાગ્યે આશરે 6 લાખ ક્યૂસેક પાણી છોડાવામાં આવી શકે છે.

હાલમાં સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 6 લાખ ક્યૂસેક જેટલી પાણીની આવક થઇ રહી છે. જેથી પાણીની આવકના પગલે 131 મીટર સપાટી થતાની સાથે જ સરદાર સરોવરના દરવાજા ખોલાશે. આ દરવાજા ખોલાતા સરદાર સરોવરના નીચાણવાળા વિસ્તારોમાં નદીઓમાં પાણીની ભરપૂર આવક થશે જેથી વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જેથી કોઇએ પણ નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની સૂચના અપાઇ છે.