રાજ્યમાં 73 પોઝિટિવ કેસ, કુલ 6 દર્દીના મોત, ત્રણ સાજા થયેલા કોરોનાના દર્દીઓની ઉમર 55-60 વર્ષનીઃ જયંતિ રવિ

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં બે નવા પોઝિટિવ કેસની સાથે  અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. જેમાં 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. એક તરફ કોરોના કેસોમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ હજી પણ ઘણા લોકો એવા છેકે જે આ અંગે ગંભીરતા દાખવી રહ્યા નથી અને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં છે. તેમની સામે પોલીસ કઠોર બનીને કડક પગલા ભરી રહી છે. સુરતના રાંદેરમાં વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તબીસ સહિતના 5 લોકોને ક્વોરન્ટીન કર્યા છે.
ત્રણ સાજા થયેલા દર્દીઓની ઉમર 55-60 વર્ષની
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બન્ને કેસ અમદાવાદના છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 73 થઇ છે. જ્યારે 4 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. તેમાંથી 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી છે. 741 લોકોનો સરકારી ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અલગ-અલગ જિલ્લાઓને પણ કોરોના અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.