અમેરિકન કન્સલ્ટીંગ ફર્મ બોસ્ટ કન્સલ્ટીંગ ગ્રુપ (બીસીજી)ના એક નવા અભ્યાસ અનુસાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર ભારતમાં જૂનના ચોથા સાહ અને સપ્ટેમ્બરના બીજા સાહ વચ્ચે દેશવ્યાપી લોકડાઉન હટાવાનું શરૂ થશે.
અભ્યાસમાં કહેવાયું છે કે પ્રતિબધં હટાવવામાં વિલબં દેશના સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રની તૈયારી અને સાર્વજનિક નીતિ પ્રભાવશીલતાના રેકોર્ડને કારણે ઉભી થનારી મુશ્કેલીઓનું પરિણામ હોઈ શકે છે. આશંકા વ્યકત કરાઈ છે કે ભારતમાં જૂનના ત્રીજા સાહ સુધીમાં કોરોનાના કેસ વધી શકે છે.
બીસીજીનો રિપોર્ટ કોરોના વાયરસ મહામારી પર કાબૂ મેળવવાના ઉપાયો પર કેન્દ્રીત છે. આ રિપોર્ટ ૨૫ માર્ચ સુધીના અનુમાન ઉપર તૈયાર કરાયો છે જે જોન હોપકિંસ યુનિવર્સિટીના ડેટાનું પૂર્વાનુમાન લગાવવાના મોડેલ પર આધારિત છે.
રિપોર્ટમાં દેશની સ્થિત, સંપૂર્ણ રીતે લોકડાઉન છે કે નહીં, સંભવિત લોકડાઉનની પ્રારંભીક તારીખ, સંબંધિત દેશો માટે લોકડાઉન શરૂ થવાની અને ખતમ થવાની તારીખ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે ૨૪ માર્ચથી યુનાઈટેડ કિંગડમ, પોલેન્ડ અને કોલંબિયા જેવા અન્ય દેશો દ્રારા લગાવવામાં આવેલા પ્રતિબંધો અનુસાર લોકડાઉનની જાહેરાત કરી છે. દેશમાં ૩ એપ્રિલ સુધીમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૨૩૦૦ને પાર કરી ગઈ છે યારે મૃતકોની સંખ્યા ૬૨એ પહોંચી હતી

