તબ્લીગ જમાતના લોકો સ્વેચ્છાએ સામે આવી રહ્યા નથી પરિણામે પોલીસને આવા લોકોને પકડીને કોરન્ટાઇન કરાઈ રહ્યા છે.દિલ્હીમાં તબલીઘ સમાજના કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે રાય પોલીસ વડા શિવાનદં ઝાએ જણાવ્યું કે,મરકઝનો મામલો ખૂબ જ ગંભીર છે. મરકઝમાં ગયેલા ૧૦૩ લોકોની ઓળખ કરવામાં આવી છે.જેમાં ૧૯ લોકોની ઓળખ કરી છે. અત્યાર સુધીમાં અમદાવાદના ૫૭, ભાવનગરના ૨૦, મહેસાણાના ૧૨ સુરતના ૮ લોકોની ઓળખ કરવામાં આવી છે. પોલીસ વડાએ આગળ કહ્યું કે અમદાવાદમાં લોકડાઉનનું સૌથી વધુ ઉલ્લંઘન થયું છે. યારે અફવા ફેલાવનારા ૯૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. લોકો આવનારા ૧૦ દિવસ પણ ધીરજ જાળવે તેવી અપીલ કરી હતી.
શહેરી વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ વધુ હોવાથી શહેરમાં રહેતા લોકોએ વિશેષ તકેદારી રાખવી જોઈએ. લોકડાઉનમાં તમામ સમસ્યા હલ કરવા પ્રયાસો કયા છે. રાતના બંદોબસ્તમાં વધારો કરવા સૂચના આપી છે. ગુજરાત માં લોકો ખૂબ ધીરજ રાખી રહ્યા છે. લોકોના પ્રશ્નો નું તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવી રહ્યા છે. પોલિસ સાથે કોઈ પણ પ્રકારની માથાકૂટ ન કરવી નહીંતો પૂરી ફોર્સ લગાડી દેવા મા આવશે તેવી કડક તાકીદ પણ કરી હતી.. તેમજગ્રામ્ય વિસ્તારોમાં લોટ દળવાની ઘંટીઓ બધં છે તેવા વિસ્તારોમાં સત્વરે ઘંટીઓ ચાલુ કરે અને પોલીસ પણ તેમની પાસે ઘંટી શ કરાવે તેવા નિર્દેશો રાય પોલિસ વડા શિવાનદં જહાં એ આપ્યા હતા.
શહેરી વિસ્તારોમાં હાલ કોરોના સંક્રમણના કેસોનું પ્રમાણ વધુ જણાયું છે જેમાં અમદાવાદ મોખરે રહ્યું છે. ચાર મહાનગરો પણ હોટસ્પોટ ન બને એ માટે શહેરીજનો સવિશેષ તકેદારી રાખે તે જરી છે. આ વિસ્તારોમાં રાત્રિના સમયે પણ પોલીસ બંદોબસ્ત વધારી ને કડક પગલાં લેવાશે. શહેરી વિસ્તારોમાં લોકો ધાબા પર કે અંતરયાળ મેદાનમાં ક્રિકેટ રમતા હોય તેવા બનાવો ધ્યાને આવ્યા છે. આ અંગે ડ્રોન ફટેજના આધારે ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે જેમાં આજ સુધી ૭૬૮ ગુના નોંધીને ૨૧૪૪ લોકોની ધરપકડ પણ કરાઈ છે એ જ રીતે સીસીટીવી ફટેજના આધારે આજ સુધીમાં ૮૦ ગુના નોંધી ૧૭૯ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
કોરોના વાયરસ અને લોકડાઉન સંદર્ભે પોલીસ દ્રારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે તે અનુસાર કોઈ પણ માહિતી કે પોસ્ટ ખરાઈ કર્યા વગર સોશિયલ મિડિયા પર ન મુકવાની તાકિદ કરવા છતાં પણ આવી ઘટનાઓ ધ્યાને આવી છે. આવી બાબતો ગંભીર છે એને ચલાવી લેવાશે નહીં, આવી પ્રવૃત્તિઓ અંગે આજ સુધી ૪૯ ગુના નોધીને ૯૦ લોકોની અટકાયત પણ કરાઇ છે એજ રીતે માલવાહક વાહનોમાં નાગરિકોની હેરાફેરી ન કરવા સૂચના આપી હોવા છતાં તેના ભગં સંદર્ભે પંચમહાલમાં ત્રણ અને બનાસકાંઠામાં એક ગુનો નોંધીને વાહનો જ કર્યા છે.
સરકારે નિઝામુદ્દીના બનાવને અત્યતં ગંભીરતાથી લીધો છે અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તેનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. નિઝામુદ્દીન મરકઝ માં ભાગ લીધો હોય તેવા ગુજરાતમાંથી ૧૦૩ લોકોની ઓળખ પણ કરી દેવાઈ છે જેમાં અમદાવાદના ૫૭, ભાવનગરના ૨૦, મહેસાણાના ૧૨, સુરતના ૮, નવસારીના ૨ અને બોટાદના ૪ લોકોનો સમાવેશ થાય છે આ તમામ લોકોના ટેસ્ટિંગ અને કોરોન્ટાઇન સહિતની કામગીરી ચાલુ છે તથા અન્ય લોકોના ઓળખાણની પ્રક્રિયા પણ ચાલુ છે.
જાહેરનામાના ભગં ના ૯૫૦, કોરેન્ટાઈન કરેલ વ્યકિતઓ દ્રારા કાયદા ભંગના ૩૬૪ ગુના અને અન્ય ૯૩ ગુનાઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૨૨૧૮ આરોપીની અટકાયત કરાઇ છે અને ૪૭૮૬ વાહનો જ પણ કરાયા છે તેમ તેમણે ઉમેયુ છે.