ભારતના જેરેમી લાલરિન્નુંગાએ રવિવારે એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયશશિપમાં જોરદાર પ્રદર્શન કરતાં રેકોર્ડ તોડ વજન ઉઠાવ્યું છે. તેણે પુરુષોના 67 કિલો ભા વર્ગની ગ્રુપ બીમં ત્રણ પ્રયાસોમાં 130 અને 134 કિલો ક્લીન વજન ઉઠાવ્યું. આ કારનામાના કારણે તેણે યૂથ અને વર્લ્ડ અને એશિયન રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો. આ પ્રદર્શનના કારણે તેણે બીજું સ્થાન મેળવ્યું છે.
આ પહેલા પણ આ કેટેગરીમાં રેકોર્ડ જેરેમીના નામે જ હતો. આ વર્ષની શરૂઆતમાં તેણે 131 કિલો વજન ઉઠાવ્યું હતું. 16 વર્ષના આ યુવા વેટલિફ્ટરે ક્લીન એન્ડ જર્કમાં બે સફઇ પ્રયાસોમાં 157 અને 163 કિલો વજન ઉઠાવ્યું. આ વજન તેના શરીરનું બેગણું છે. આ પ્રદર્શન દ્વારા જેરેમીએ કઝાકીસ્તાનના સેખાન તાઈસુયેવના રેકોર્ડને તોડ્યો જેણે 161 કિલો વજન ઉઠાવ્યું હતું.
ભારતના જેરેમીએ કુલ 297 કિલો વજન (134+163 કિલો) ઉઠાવ્યું. તેની આગળ પાકિસ્તાનના તલ્હા તાલિબ રહ્યો જેણે કુલ 304 (140+164 કિલો) વજન ઉઠાવ્યું હતું.