તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં હોબાર્ટ હરિકેન્સ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે રમાયેલી એક ટી-20 મેચમાં હોબાર્ટે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 183 રન બનાવ્યા હતા.એ પછી મેલબોર્ન બેટિંગ કરતવા ઉતર્યુ હતુ અને હોબાર્ટ તરફથી રાઈલી મેરેડિથ પહેલી ઓવર નાખવા માટે આવ્યો હતો. મેરેડિથે ઓવરનો ચોથો બોલ નાંખ્યો જે નો બોલ હતો. એ પછીનો બોલ વાઈડ હતો અને વિકેટ કિપરથી પણ દુર હોવાથી બાયસ્વરુપે બીજા ચાર રન મળ્યા હતા. આમ આ બોલ પર પાંચ રન બન્યા હતા. એ પછી ફરી મેરેડિથે સળંગ બે નો બોલ નાંખ્યા હતા. જેના પર ઓપનર એરોન ફિન્ચે બે ફોર ફટકારી હતી. આમ એક પણ બોલ નાંખ્યા વગર મેરેડિથે 16 રન આપ્યા હતા.એ પછીનો બોલ બરાબર હતો અને આ બોલ પર એક રન આવ્યો હતો. આમ રાઈલી મેરેડિથે એક બોલમાં 17 રન લૂટાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.આ ઓવરમાં તેણે કુલ 23 રન આપ્યા હતા. જોકે આ ખરાબ ઓવર છતા પણ હોબાર્ટે આ મેચ 16 રનથી જીતી લીધી હતી. (પ્રતિકાત્મક તસવીર)

