ચીનથી પલાયન કરનારી વિદેશી કંપનીઓને ઉત્તરપ્રદેશ લાવવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીનથી પલાયન કરનારા ઉદ્યોગોને ઉત્તરપ્રદેશ તરફ આકર્ષિત કરવા માટે મુખ્યમંત્રીનાં નિર્દેશ પર પ્રદેશનાં સૂક્ષ્‍મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો તથા નિકાસ પ્રોત્સાહન મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ અને ઔદ્યોગિક વિકાસ મંત્રી સતીશ મહાનાએ બુધવારે સંયુક્ત બેઠક કરી હતી. બેઠકમાં ચીનથી પોતાનો ઉદ્યોગો અન્ય દેશમાં શિફ્ટ કરનારી જાપાન, કોરિયા, અમેરિકા અને યુરોપની કંપનીઓને ઉત્તર પ્રદેશમાં લઈ જવા માટે વિસ્તારથી ચર્ચા કરીને ઓફિસરોને રૂપરેખા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

રોકાણ માટે ઉત્તર પ્રદેશ આવવાની ઇચ્છા રાખતી કંપનીઓને આકર્ષવા માટે ઈંસેટિવ અને કેપિટલ સબસિડી વગેરે આપવાની ચર્ચા થઈ હતી. પોલિસીમાં રોકાણ વધારવા જરૂરી સુધારા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઔદ્યોગિક અને રોકાણ નીતિમાં ઉત્તર પ્રદેશ માટે આકર્ષક સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારને ત્યાં અધિકારીઓ સાથે મીટિંગો કરવા પણ કહેવામાં આવ્યું છે.

સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે આ સમયે વિશ્વની સૌથી મોટી ફૂડ પ્રોસેસિંગ, ગારમેન્ટ અને ઓટો મોબાઇલ કંપનીઓએ ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સતિષ મહાનાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકોને શક્ય હોય ત્યાં સુધી છૂટ વગેરે આપવામાં ખાસ જોગવાઈઓ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ચાઇનામાં લોકડાઉનને કારણે અમેરિકન કંપનીઓને નાના ભાગોની સપ્લાય ચેન ખોરવાઈ હતી, આનાથી ઉત્પાદન પર અસર થવા લાગી. અમેરિકાએ પણ તેમને ત્યાંથી દૂર જવા કહ્યું છે. જોકે, ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા પણ અમેરિકન કંપનીઓને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે વાતાવરણ બદલાઈ ગયું હોવાથી, આ તકનો લાભ લઈ શકાય છે. આ બંને દેશો જ નહીં, અન્ય દેશોની કંપનીઓના રોકાણની તૈયારી માટે યુપીમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનાર છે. શક્ય છે કે કોરોના કટોકટીના કારણે તેનો સમય થોડો આગળ વધારવામાં આવે.