ગાંધીનગરની કોલવડા ગામ ની આયુર્વેદિક કોલેજ માં દીપડો ઘૂસી આવ્યાની ઘટના સામે આવી

ગુજરાત મુખ્ય સમાચાર

ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામ ની આયુર્વેદિક કોલેજ માં દીપડો ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે. આ દિપડો ટોયલેટમાં પુરાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં આ દિપડો દેખાઈ રહ્યો છે. આ ઘટના ગાંધીનગર પાસેની છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. અને આ દિપડાને બહાર નિકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં કોરોના વાયરસનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. અને રાજ્યમાં પણ કડક પણે તેનું પાલન થઈ રહ્યું છે.