પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર મોદી સરકારને ઘેરી છે. મમતા બેનર્જીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, દેશમાં આજે સુપર કટોકટી લાગૂ છે. જેથી આપણે આજના દિવસે બંધારણની રક્ષા કરવાનો સંકલ્પ લેવો જોઈએ અને સુપર કટોકટીના સમયમાં આપણે આપણી સ્વતંત્રતા અને અધિકારો માટે લડાઈ લડવી જોઈએ. મમતા બેનર્જી સતત મોદી સરકારના વિરોધી રહ્યાં છે. તાજેતરમાં મમતા બેનર્જીએ મોદી સરકાર પર તપાસ એજન્સીના દુરપયોગનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, જેલમાં જવુ પડશે તો અમે તૈયાર છીએ પરંતુ અમે ભાજપ સામે ઝુકવાના નથી. મમતા બેનર્જીએ બંધારણ અંગે ઉઠાવેલા સવાલ બાદ ભાજપના નેતાઓએ મમતા બેનર્જીનો વિરોધ કર્યો છે.

