દેશમાં વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, કુલ સંખ્યા થઈ 12,380

મુખ્ય સમાચાર રાજકીય

આરોગ્ય અ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 941 નવા કેસ સામે આવ્યા છે અને 37 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 12,380 થઈ ગઈ છે. આમાં 10,477 સક્રિય કેસ છે, 1439 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે/રજા આપી દેવામાં આવી છે અને કુલ 414 મોત થયા છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્લી, તમિલનાડુ અને મધ્ય પ્રદેશથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 2916 કેસ નોંધવામાં આવ્યા જેમાં 187 લોકોના મોત થયા છે. દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 17 નવા કેસ સામે આવ્યા છે અને 2 મોત થયા છે. રાજધાનીમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા હવે 1578 છે(1080 પૉઝિટીવ કેસોને મિલાવીને વિશેષ ઑપરેશન હેઠળ) મરનારની કુલ સંખ્યા 32 છે. દિલ્લી સરકારે મૉડલ ટાઉનમાં પોલિસ કૉલોનીના વધુ એક વિસ્તાર G, H અને I બ્લૉકને કન્ટેનમેન્ટ ઝોન તરીકે ચિહ્નિત કર્યા છે ત્યારબાદ રાજધાનીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 56 થઈ ગઈ છે. વળી, તમિલનાડુમાં કોરોના વાયરસના 1242 કેસ છે અને 14 મોત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 987 કેસ સામે આવ્યા છે જ્યારે 53 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોના વાયરસના 300થી વધુ કેસવાળા રાજ્યોમાં રાજસ્થાન 1023 દર્દી, ઉત્તર પ્રદેશ 735 દર્દી અને કર્ણાટકમાં 279 કેસ છે. ચંદીગઢમાં કોરોના વાયરસથી સંક્રમિત 21 લોકો વિશે માલુમ પડ્યુ છે જ્યારે 300 કેસોની પુષ્ટિ જમ્મુ કાશ્મીર અને 17ની લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમમાં 1, મણિપુરમાં 2 અને મેઘાલયમાં 7 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે અસમમાં 33 કેસોની પુષ્ટિ થઈ છે.