ગુજરાતમાંથી દેશના વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહને તેમના જ હોમ સ્ટેટમાં ટક્કર આપવા માટે ભરૂચ માંથી અહમદ પટેલને લડાવવા માટે હાઈકમાન્ડ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ સ્ટેટ ગણાતા ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો જે સમયે નરેન્દ્ર મોદી વડોદરા લોકસભામાંથી ચૂંટણી લડયા હતા.
તે જ પ્રમાણે આ વખતે ગાંધીનગર લોકસભાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે આમ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાંથી ચૂંટણી લડે છે પરંતુ કોંગ્રેસના નેતાઓ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં ચૂંટણી લડતા પાછીપાની કરી રહ્યા છે ત્યારે આ વખતે ગુજરાતના ચૂંટણી જંગમાં ઉતરેલા અમિત શાહને ટક્કર આપવા માટે ભરૂચ બેઠક પરથી અહમદ પટેલને ચૂંટણી લડાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે
કોંગ્રેસ હાઈકમાન્ડનું એવું રાજકીય ગણિત છે કે જો ભાજપના નેતા અમિત શાહ ગુજરાતમાંથી ચૂંટણી લડતા હોય તો કોંગ્રેસમાંથી પણ એક મોટા નેતાએ ગુજરાતમાંથી ચૂંટણી લડવી જોઈએ જેનાથી ગુજરાતની અન્ય 25 બેઠકો પર તેનો પ્રભાવ પાડી શકાય.

