ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સાંજે એક ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. ભાજપ તરફથી આ ડિબેટમાં ઋત્વિજ પટેલ હાજર રહ્યા હતા. જેમા ઋત્વિજ પટેલના ગાર્ડે ટોળા સામે ગન બતાવી હતી અને ધમકી આપી હતી. ઋત્વિજ પટેલના ગાર્ડે મહિલાઓ સાથે હાથ ચાલાકી પણ કરી હતી. જેને લઈને સમગ્ર લોકો ઋત્વિજ પટેલ અને તેના ગાર્ડ સામે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને પહોચ્યાં હતા. જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પોલીસ સ્ટેશનમાં પણ બોલાચાલી અને હાથપાઈની ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઋત્વિજ પટેલના કાર્યકરોએ પોલીસ કર્મચારીઓ સાથે પણ બોલાચાલી કરી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. હાલમાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે. ઋત્વિજ પટેલ સામે કાયદાકીય કાર્યવાહી કરી ગુનો નોંધવા તજવીજ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.